No ratings.
It's motivational story of real life |
ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત હતી અને આ ઋતુ એટલે કે વિદ્યાર્થી ઓ માટે તો વેકેશન નો માહોલ જાણે એક વર્ષ પછી જેલ માંથી બહાર આવ્યા ના જશ્ન મનાવવા ના દિવસો..... એવા માં વાત છે એ ઉનાળા ની સવાર ની કે જેમાં બાળકો ની ટોળી ક્રિકેટ રમવા નીકળી પડતી અને એ બાળકો ના ચહેરા પર નું હાસ્ય જોઈ ને સૂર્ય પણ પોતાનું કોમળ તેજ વધારી ને એ ક્રિકેક મેદાન ને સોનેરી રંગ થી ભરી ને જાણે રમવા આવતા બાળકો ના વધામણાં કરતો હોય તેવું દ્રશ્ય સર્જાતું અને એ સમય માં ક્યારેક ઝગડતાં તો કયારેક કલરવ થી આખું મેદાન ગજવી મુકતા બાળકો જ્યારે , નહિ શિયાળા જેવું ધ્રુમિલ આકાશ કે નહીં ચોમાસા જેવું ગભરાયેલું આકાશ ફક્ત ચોખ્ખા ચણાક આંગણા જેવા આ આકાશ માંથી નીકળતું વિમાન જોઈ ને ખુશ થઈ ને હાથ લાંબા કરી ને "આવજો" કેહતા, એવા માં વાત છે ચિરાગ ની એ પણ એ જ ટોળી સાથે હતો પરતું એ બધાં થી કઈક અલગ જ હતો જ્યારે પણ વિમાન નીકળતું એ કંઈક મનોમન વિચારવા બેસી જતો દેખતા દેખતા જ તેના નજીક ના મિત્ર એ સવાલ પૂછ્યો , " તું કેમ વિમાન જોઈ ને ખુશ નઈ થતો ?? " હજારો વિચારો થી ઘેરાયેલા ચિરાગ એ ખૂબ જ સહજતા થી જવાબ આપ્યો કે , " જો વિમાન ને ઉડતું જોઈ ને આટલી ખુશી મળતી હોય તો તેને ચલાવવાથી કેટલી ખુશી મળશે ! " તેનો મિત્ર તો કઈ ના સમજ્યો પણ ક્યાંક ને ક્યાંક તેનો ધ્યેય નિશ્ચિત થઈ ગયો હતો... આમ , જ દિવસો વિતતા ગયા અને વેકેશન પૂરું થયું ને નવા સત્ર ની શરૂઆત થઈ ફરીથી એ બે કિલો ના દફતર ખભા પર નાખી ને રસ્તા માં બધા ની સળીઓ કરી ને શાળા એ પોહચવાનું અને ક્યાંક નવા શિક્ષકો આવવાનો મન માં ડર ની સાથે કલાસ માં બેસતા.એવામાં જ એક નવા શિક્ષક કલાસ માં આવ્યા અને વિદ્યાર્થી વિશે તો કશું જાણતા નોહતા એટલે તેણે પેહલી બેન્ચ થી વિદ્યાર્થી નું નામ અને તેમનો ધ્યેય પૂછવાનું શરૂ કર્યું ત્યાં જ ચિરાગ ને પૂછવામાં આવ્યુ ત્યારે તેણે ખૂબ વિનમ્રપૂર્વક થી કહ્યું કે , " I'm chirag nd I will become a Pilot " આ સાંભળી ને શિક્ષક ચોકી ઉઠયા કારણ કે જ્યારે બીજા વિધાર્થી બોલવા ખાતર અને મસ્તી માં ડૉક્ટર , એન્જિનિરીંગ , પોલીસ બનવું છે એવાં જવાબો આપી ને બેસી જતા અને ચિરાગ કે જેણે કંઈક અલગ જ રસ્તા તરફ પોતાની દોડ મૂકી ત્યારે ઘણાં વિદ્યાર્થી ઓ હસ્યા પણ કેમ કે ગુજરાત જેવા રાજ્યો માં અને એમાં પણ ભાવનગર જેવું શહેર માં અજાણ ફિલ્ડ ની વાત કરે તો હસવું તો આવે જ !!! અને ત્યારે જ એક દ્રઢ નિશ્ચર્ય સાથે એક નવા સફર ની શરૂઆત તો થઈ પરંતુ ક્યાંક તેમના મમ્મી પપ્પા તેના સપના થી અજાણ હતાં. એક વર્ષ પછી 12 નું પરિણામ આવ્યું . સારી ટકાવારી હોવાથી તેમના મમ્મી પપ્પા ના કહેવાથી એન્જિનિરીંગ શરૂ તો કર્યું પણ ક્યાંક ને ક્યાંક મન તો એ વિમાન માં અટવાયેલ જ હતું અને કહેવાય છે ને કે 'મન હોય તો જ માળવે જવાય' ત્યારબાદ જેમ તેમ એન્જિનિરીંગ નું એક વર્ષ પૂરું કર્યું. અને મમ્મી પપ્પા ને પોતાના સ્વપ્ન વિશે વાત કરી પરંતુ એક અજાણ ફિલ્ડ પસંદ કર્યું હતું જેના વિશે સંપૂર્ણ માહિતી પણ નોહતી એટલા માટે તેઓ પણ ચિંતિત હતા પરંતુ હિંમત ન હારતા તેને સતત પ્રયત્ન ચાલું રાખ્યાં સ્કૂલ , કોલેજ , વર્તમાનપત્ર , ઈન્ટરનેટ બધે થી માહિતી એકઠી કરી ત્યાં જ એક મિત્ર સાથે ની મુલાકાત થઈ તેણે ઇન્દિરા ગાંધી ઉદ્યાન એકેડેમી વિશે જાણ કરી હવે ચિરાગ એ તેમાં એડમિશન લેવાનું વિચાર્યું પરંતુ તેમાં એડમિશન લેવા માટે civil aviation ની પરીક્ષા પાસ કરવી પડે જે નેશનલ લેવેલ ની હતી . ખૂબ મહેનત કરી ને પરીક્ષા આપી પાસ પણ થઈ ગયો.હવે , આવી ફિ જે બધા જ મધ્યમ વર્ગ માટે ચિંતા નો વિષય બની રહે છે. તેમાં તેમના મમ્મી પપ્પા પણ ચિંતિત થઈ ગયા કારણ કે 38 થી 40 લાખ સુધી ની ફી એ એક મધ્યમ વર્ગ માટે ખૂબ જ મોટી રકમ કહેવાય ક્યાંક તેમનું મન પણ ડગમગ તું હતું જ્યારે પરિવાર ના સભ્ય સાથે વાત કરવા માં આવી તો ઘણા ની નેગેટીવ કોમેન્ટ આવવા લાગી કે , ચિરાગ નઈ કરી શકે અને એટલા બધા પૈસા ન બગાડાય પણ તેમના મમ્મી પપ્પા નો ચિરાગ પ્રત્યે નો જે વિશ્વાસ હતો એ તેમને હિમ્મત ના હારવા દેતા તેમણે ખૂબ પરીશ્રમ કરી ને ફીસ ભરી અને એડમિશન કરાવ્યું . ચિરાગ એ તેમના મમ્મી પપ્પા ના સાથ તેમની મંઝિલ નું પહેલું ચરણ પાર કરી નાખ્યું હતું .ધીરે ધીરે તેમનું સ્વપ્ન પૂરું કરવા માટે બધી જ મુશ્કેલીઓ ને ઓળંગી ને આગળ વધવા લાગ્યો..... Now , he is youngest commercial pilot from gujarat . he does a job in domestic flight ( air india ) and the surprising thing is that he is only 20 year old. " ક્યારેક ક્યારેક અમુક ઘટના ઓ આપણા જીવન નો ટર્નિંગ પોઇન્ટ બની જતી હોય છે જેમ ચિરાગ ની બાળપણ માં કંઈક અલગ વિચારવાની શક્તિ અને તેમના સપના પ્રત્યે નો positive attitude એ આજે આ મુકામે તેને પોહચાડયો છે..." |